વિજયનગર આર્ટ્સ કોલેજ ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી- કાર્યક્રમ યોજાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર તથા જિલ્લા મહિલા અને બાળ વિભાગ અધિકારીની કચેરી હિંમતનગર અને આઈ.સી.ડી.એસ કચેરી વિજયનગરના સંયુક્ત ઉપક્રમે વિજયનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બબુબેન રબારીની અધ્યક્ષતામાં વિજયનગર આર્ટસ કોલેજમાં સશક્ત અને સુપોષિત કિશોરી- અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. 

       આ કાર્યક્રમ દરમિયાન સી.ડી.પી.ઓ એ જણાવ્યુ હતુ કે ભારત યુવાપ્રધાન દેશ છે. દેશનું ભાવિ યુવાનો ઉપર નિર્ભર કરે છે. આથી દેશનું યુવાધન તંદુરસ્ત રહે તે અનિવાર્ય છે. દેશની સાચી સમૃદ્ધિ દેશની સશક્ત મહિલા છે. આજના વર્તમાન સમયમાં કિશોરીઓ ફાસ્ટ ફૂડ જેવા અસમતોલ આહારના ઉપયોગથી પોતાના સ્વાસ્થને જોખમમાં મૂકી રહી છે.કિશોરીઓ પોતાના સ્વાસ્થ પ્રત્યે જાગરૂતતા દાખવે તે અત્યંત જરૂરી છે. આજે દ્રોપદી મુર્મુ જેવા સશસ્ત મહિલા દેશના રાષ્ટ્રપતિ છે. જે આપણે સૌ દેશવાસીઓનું ગૌરવ છે. આ જ વિચારધારા સાથે આપણે સૌ સશક્ત અને સુપોષિત નારીશક્તિ થકી તંદુરસ્ત રાષ્ટ્રનિર્માણ તરફ આગળ વધીએ. પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને શાળાએ નહિ જતી કિશોરીઓને માટે પોષણ અને આરોગ્ય સ્થળ, જીવન કૌશલ્ય તાલીમ, વ્યવસાયિક તાલીમ અને તેઓ પોતાનો વિકાસ જાતે કરી શકે તે રીતે તેને તૈયાર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા પૂર્ણા યોજના અમલી બનાવવામાં આવી છે. વિવિધ ક્ષેત્રે સિધ્ધીઓ મેળવેલ કિશોરીઓને પૂર્ણા કપ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કિશોરી- અભિયાન મેળોમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ,રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય, શિક્ષણ વિભાગ, મહિલા અને બાલ વિકાસ ,સરકારી બેન્ક અને પોસ્ટ ઓફિસ જેવા વિવિધ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં વિવિધ સ્ટોર માં અલગ અલગ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમ માં ખાસ કરી ને સુભાષ પ્રજાપતિ (આર કે એસ કે કાઉન્સિલર) એ જણાવ્યું કે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, એનિમિયા કઈ રીતે નિયંત્રણ લાવી શકાય,શરીરનો ન

 કઈ રીતે વિકાસ કરવો

 ,માસિક દરમિયાન સ્વાસ્થ્ય અને સ્વચ્છતા કઈ રીતે રાખવું,આયન ફોલિક એસિડ ગોળી,તાલુકા કક્ષા એ આરોગ્ય વિભાગ દ્વારા ર

આરબીએસકે પોગ્રામ થકી 0 થી 18 વર્ષ સુધી ના તમામ બાળકો નું હેલ્થ ચેકપ જેવી વિવિધ માહિતી આપી હતી આ કાર્યક્રમામાં વિજયનગર તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ બબુબેન રબારી,સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કાંતાબેન ડાભી,પ્રદેશ આદિજાતિ મોરચો કારોબારી સભ્ય રાજુભાઇ ખરાડી, સી.ડી.પી.ઓ- કર્મચારી,આંગણવાડી કાર્યકર તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.