ગુજરાત માં નાયી સમાજ દ્વારા  કેશકલા બોર્ડ માટે રજુઆત,,,કયારે મળશે નાઈ સમાજ ને કેશકલા બોર્ડ..???સમગ્ર ગુજરાત ના નાઈ સમાજ માટે કેશકલા બોર્ડ ની માંગણી કરવામાં આવી રહી છે. ગુજરાત નાયી સમાજ માટે વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ કેશકલા બોર્ડ ની માંગણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા સલોન એસોસિએશન દ્વારા નાઈ સમાજ માટે કેસકલા બોર્ડ ની માંગણી માટે ની રજુઆત કરવામાં આવી છે.દિવ દમણ એડ મિનિસ્ટર પ્રફુલભાઈ પટેલ ને કેશકલા બોર્ડ વાળંદ સમાજ ને મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે હિંમતનગર વાળંદ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.અને સાથોસાથ કેશકલા બોર્ડ માટે નું આવેદનપત્ર ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુર્હ પ્રધાન અમિતભાઈ શાહ,ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી .આર . પાટીલ ને પણપોસ્ટ દ્વારા આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.આગામી દિવસોમાં કેશકલા બોર્ડ વાળંદ સમાજ ને મળે તે માટે સમગ્ર ગુજરાત વાળંદ સમાજ ની ૧૫ આગેવાનો ની કોર કમિટી ની રચના થઈ રહી છેથોડા સમયમાં જ કોર કમિટી દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કેશકલા બોર્ડ ની ફાઈલ સાથે બેઠક થશે. આ બારા માં ખુબજ ઝડપથી તૈયારી ઓ ચાલી રહી છે.