ડીસાની માતા શેરી ખાતે માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાહુતિ નિમિત્તે ૪૫૦/- કિલો ઉંધીયું અને ૭૧/- કિલો શીરાની પ્રસાદનું સુંદર આયોજન..

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા શહેરમાં લેખરાજ ચાર રસ્તા પાસે આવેલ માતાશેરી વિસ્તારમાં માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાવતી અને માં જગતજનની જગદંબાના પ્રાગટ્ય પ્રસંગે ૪૫૦/- કિલો ઊંધિયું અને ૭૧/- કિલો શીરાના પ્રસાદ નું ભાવિ ભક્તો દ્વારા તેમજ મંદિરના પૂજારી શ્રી કૌશિકભાઇ રાવલ દ્વારા આજરોજ જગતજનની માં અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પોષી પૂનમની ધામધૂમથી ઉજવવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગે ભાવિક ભક્તોને દર્શન તેમજ પ્રસાદનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લાભ લીધો હતો તેમજ ડીસા ના વેપારી શ્રી હિતેશભાઈ ગોરધનદાસ હેરૂવાલા દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે માં અંબાના પ્રાગટ્ય દીને નિમિત્તે મોટી કેક કાપીને માં અંબા બહુચરના મંદિરે ભાવિકો ભક્તોને પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું આમ માં અંબા બહુચરના પોષી પૂનમ ના દિવસે ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવીને દર્શન તેમજ પ્રસાદનો લાભ શાંતિ થી લીધો હતો આ પ્રસંગે ડીસા નાં શાસ્ત્રી નગર નાં મોદી સમાજના મિત્રો મંડળના સભ્યો દ્વારા માતાજી ના પ્રસાદ નું સુંદર વિતરણ કરેલ છે.