જાણવા મળતી પ્રાપ્ત વિગત મુજબ
ગઇ તા.૦૫/૦૧/૨૦૨૩ ના રોજ રાજુલા પો.સ્ટે.માં ફરી. વાલજીભાઇ પુનાભાઇ બાબરીયા ઉ.વ.૪૦, ધંધો.ખેત મજુરી, રહે.જુની માંડરડી, રામાપીર મંદીર પાછળ, તા.રાજુલા, જી.અમરેલી, વાળાએ જાહેર કરેલ કે,
આજથી બે દિવસ પહેલા પોતાનો કૌટુંબિક ભત્રીજો યશ નાગજીભાઇ બાબરીયા પોતાના ઘર પાસે આંટા ફેરા મારતો હોય, અને પોતાની મરણ જનાર સગીર વયની દિકરી સામે જોતો હોય, જેથી પોતાની પત્નિએ આ બાબતે આરોપીને ઠપકો આપતા આરોપીએ પોતાની પત્નિને ગાળો આપેલ, અને બે મહીના પહેલા પોતાના દિકરા અશોકને આરોપીએ કહેલ કે, હું તારી બહેનનુ ખુન કરી નાખવાનો છુ તેવી ધમકી આપેલ હોય,
જે વાતનું મનદુખ રાખી આજરોજ સવારના અગીયારેક વાગ્યે પોતાની સગીર વયની દિકરીને આરોપીએ જુની માંડરડી ગામની રાવળીયા-ધાતરવડી નદીના પટમાં બોલાવી,
આરોપીએ ફરી.ની સગીર વયની દિકરીને મોઢાના ભાગે તથા માથાના ભાગે બોથડ વસ્તુના ઉપરા ઉપરી ઘા મારી સ્થળ ઉપર હત્યા નિપજાવી નાસી ગયેલની ફરીયાદ આપતા,
આરોપી યશ નાગજીભાઇ બાબરીયા રહે.જુની માંડરડી તા.રાજુલા વાળા વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે,ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૩૦૦૦૩/૨૩ આઇ.પી.સી કલમ*l
૩૦૨,૫૦૪,૫૦૬(૨),૩૫૪(ડી) તથા જી.પી.એ કલમ ૧૩૫ તથા પોકસો એકટ ૧૨ મુજબનો ગુનો રજી. થયેલ હતો. ગુના ની આગળની તપાસ એ.એમ.દેસાઇ, પોલીસ ઇન્સપેકટર, રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ.
ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર રેન્જ આઇ.જી.પી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ખુન,લુંટ જેવા ગંભીર અનડીટેકટ શરીર સંબધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ આ ખુનના ગુન્હાને અંજામ આપી નાસી જનાર આરોપીને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં જણાવેલ
જે અન્વયે સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓના સુપરવિઝન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ તથા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવાં તપાસ હાથ ધરેલ હતી.
જે અન્વયે પો.ઇન્સ એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે તથા તેમની પોલીસ ટીમો દ્રારા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ,
તેમજ ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા ફરીયાદીના સગા સંબધીઓની પુછપુરછ કરી,આ ગુનો બનવા પાછળના કારણ અંગેની તપાસ કરી
અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્રારા તપાસ કરતાં,
આ ગુનાનો આરોપી ગુનો કરી સીમ વિસ્તારમાં નાસી ગયેલ હોવાનું જાણવા મળતાં તે દિશામાં તપાસ કરતાં ધારેશ્વર ગામની સીમ વિસ્તારમાંથી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી
યશ નાગજીભાઇ બાબરીયા ઉ.વ.૨૧, ધંધો.મજુરી રહે.જુની માંડરડી તા.રાજુલા જિ.અમરેલી
આ કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એ.એમ.દેસાઇ તથા પોલીસ સબ ઇન્સપેકટર એ.એમ.રાધનપરા તથા એ.એસ.આઇ કિરણબેન પ્રતાપભાઇ તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ તથા ભરતભાઇ મુહાભાઇ વાળા,તથા હેઙ.કોન્સ હરેશભાઇ દુલાભાઇ તથા
પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઈ તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ તથા પો.કોન્સ ચંદ્રેશભાઇ મનુભાઇ વિગેરેની બનેલી ટીમ દ્રારા કરવામાં આવેલ.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી.