રિપોર્ટર 👉હરેશભાઇ માણસા
માણસા તખતપુરા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી મેળો યોજાયો: જિલ્લા મહિલા બાળ અધિકારી હાજર રહ્યા
મહિલા અને બાળ વિકાસ ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો યોજના હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો...જેમાં 400 કરતાં વધુ કિશોરીઓએ મેળામાં સહભાગી બની હતી....આ કિશોરી મેળામાં 10 જેટલા સ્ટોલ બનાવી આરોગ્ય, શિક્ષણ, બેન્ક, આશા વર્કર બહેનો દ્વારા બનાવેલ પૂર્ણા આહાર વાનગીઓ, રોજગાર વગેરે યોજનાઓની માહિતી આપવામાં આવી હતી...ઉપસ્થિત મહાનુભાવોએ કિશોરીઓને જુદા જુદા ક્ષેત્રોનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું....વધુમાં 181 અભયમ હેલ્પ લાઈન, સખી સ્ટોપ, વર્કિંગ વુમન જેવી યોજનાઓની સમજ અનેપાઈ હતી...આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા બાળ અધિકારી, સીડીપીઓ સ્વાતિબેન સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા...