જૂનાગઢના જંગલમાં 'પુષ્પા', 21 ચંદન ચોર ઝડપાયા

જુનાગઢના જંગલ વિસ્તારમાંથી ચંદનની ચોરી કરનારી ગેંગને પકડવામાં વન વિભાગને મોટી સફળતા મળી છે. વન વિભાગે ટ્રેપ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આખી ગેંગ મધ્યપ્રદેશની હોવાનું સામે આવ્યું હતું.જૂનાગઢ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી લાકડા ચોરી થવાની અનેક ઘટનાઓ સામે આવે છે.,ત્યારે ફરી એક વાર વન વિભાગે સફળ ઓપરેશન કરીને લાકડાની ચોરી કરતા 21 આરોપીની ધરપકડ કરી હતી.

તસ્કર ટોળકી ઝડપાઈ જૂનાગઢ વન વિભાગે સાસણ નજીક જંગલ વિસ્તારમાંથી ચંદનના ઝાડ કાપતી મોટી તસ્કર ટોળકીને ઝડપી પાડી છે. જંગલમાં ચંદનના વૃક્ષોનું કટીંગ થયાની માહિતી મળતા વન વિભાગે ટ્રેપ ગોઠવી હતી. તેમાં મધ્યપ્રદેશની 13 મહિલા સહિત 21 આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી.

આ ચંદનચોર ટોળકીના સભ્યો રાત્રિના સમયે ચંદનના વૃક્ષોનું કટિંગ કરી રહ્યા હતા.તે સમયે વન વિભાગે ટ્રેપ ગોઠવી, હાલ વન વિભાગે આરોપીઓને પકડી વન વિભાગની ધારાઓ મુજબ કામગીરી શરૂ કરી છે.

વૃક્ષોનું કટિંગ કરતી ગેંગ જેલ હવાલે કરાઈ હતી ,ગીર જંગલ વિસ્તારમાં ચંદનના વૃક્ષોનું કટિંગ કરીને તેની ચોરી કરતી મધ્યપ્રદેશની એક ગેંગને ઝડપી પાડવામાં આવી છે. સાસણ નજીક ભોજદેના આરક્ષિત જંગલ વિસ્તારમાં વન વિભાગે ગોઠવેલી ટ્રેપમા 13 મહિલા સહિત કુલ 21 આરોપીઓ પકડાયા છે. છેલ્લા કેટલાક સમયથી સાસણ અને આસપાસના આરક્ષિત જંગલ વિસ્તારમાં ચંદનના વૃક્ષોની ચોરી કરવા માટે એક ટોળકી સક્રિય થઈ હોવાની વિગતો વન વિભાગને મળી હતી. તેને લઈને ટ્રેપ ગોઠવતા આરોપીઓ સરળતાથી ઝડપાઈ ગયા હતા.