પાટડી માંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે ઇસમોને પકડી પાડતી પાટડી પોલીસ
ઉતરાયણ તહેવારની ઉજવણી કરવામાં આવનાર હોય અને ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન ચાઇનીઝ તુક્કલ સકાય લેન્ટર્ન સીન્થેટીક/કાચ પાયેલા માંઝી પ્લાસ્ટીકની દોરી વિગેરે પ્રતિબંધિત હોય જે અંગે જાહેરનામું પ્રસીધ્ધ કરેલ હોય જેથી આ બાબતે પેટ્રોલીંગ કરવા તેમજ પ્રતિબંધિત ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન ચાઇનીઝ તુકકલ સકાય લેન્ટર્ન સીન્થેટીક કાર્યો પાયેલા માંજા પ્લાસ્ટીકની દોરીના વેચાણ કરનાર માણસો સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત એ ધ્રાંગધ્રા ડિવિઝનમા તા.૫/૫/૨૦૨૩ થી તા.૧૪/૧/૨૦૨૪ સુધી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી વેચવા તથા રાખવા અંગે પ્રતીબંધ હોય જેથી આવી ચાઇનીઝ દોરી વેચવા તેમજ રાખવા વાળાઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અન્વયે પાટડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.એલ.પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ ખાંભલા, સુખદેવસિહ ઝાલા તથા મહિપતભાઇ સસીના સ્ટાફના માણસો પાટડી ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પાટડી ટાઉનમાં ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન (ફિરકી)નું વેચાણ કરાતા ઇસમ (૧) મિતેષકુમાર ઘનશ્યામભાઇ પુજારા પાટડી વાળા પાસેથી પ્લાસ્ટીક દોરી નાની મોટી ફોરકી નંગ-૧૧ (અગીયાર) કીંમત રૂ/-૬૦૦/નો મુદામાલ તથા (ર) અનીલભાઇ જીવણલાલ ઠક્કર રહે. પાટડી વાળા પાસેથી પ્લાસ્ટીક દોરી નાની મોટી ફીરકી નંગ ૧૦ (દશ) કીંમત રૂ.૯૦૦/-નો મુદામાલ સાથે પકડી પાડી બન્ને ઇસમો વીરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટ:સાહરૂખ સિપાઈ પાટડી સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮