ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.