ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં-૬ અને વોર્ડ-૭,થરાદ હાઈવે ધાનેરામાં તમોએ પોતાના મકાન/દુકાનનું બાંધકામ જાહેર રસ્તાને અડીને કરેલ હોવાનું જણાઈ આવે છે.જેના કારણે રસ્તામાં ટ્રાફીક અંગેના પ્રશ્નનો ઉપસ્થિત થાય છે.જેથી બિન કાયદેસર કરેલ બાંધકામ તાત્કાલિક દૂર કરવા માટે નોટિસ ફટકારી જણાવવામાં આવેલ છે કે,અત્રેથી જાહેર રસ્તા બાબતે આગળની કાર્યવાહી કરવાની હોઈ વેપારીઓને જગ્યાની કોઈપણ પ્રકારની બાંધકામ પરવાનગી લીધેલ હોય તો તેની નક્લ દિન ૭માં જરૂરી આધાર પુરાવાની,સાધનિક કાગળો સહિત લેખિતમાં રજૂઆત કરવાનું જણાવ્યું છે,જેથી આ બાબતે યોગ્ય તે કાર્યવાહી કરી શકાય.અન્યથા આ બાબતે ગુજરાત નગરપાલિકા અધિનયમ-૧૯૬૩ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે કોઈ પણ પ્રશ્નો ઉદભવશે તો તેની સંપુર્ણ જવાબદારી દબાણકર્તાની રહેશે તેવું નોટીસમાં જણાવવામાં આવ્યું છે.