દાહોદ ખાતે ઝોન કક્ષાનો રમતોત્સવનો પ્રારંભ કરાવતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર

મધ્યગુજરાત ઝોનના ૩૦૦ થી વધુ ખેલાડી ભાઇ બહેનોએ લીધો ભાગ

 રેલ્વે સ્પોર્ટસ સંકુલ, દાહોદ ખાતે ઝોન કક્ષાનો રમતોત્સવનો પ્રારંભ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે કરાવ્યો હતો. આ રમતોત્સવમાં દાહોદ, રાજપીપળા, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, કઠલાલ, સંતરામપુર, પંચમહાલના ૩૦૦ થી પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, દાહોદ આયોજીત મધ્ય ગુજરાત ઝોનના ડાયટ-સરકારી-ગ્રાન્ટેડ સંસ્થાઓના ડી.એલ.એડ. અને બીએડ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ યોગનું સુંદર નિર્દશન કરતા લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. રમતોત્સવમાં દોડ, લાંબી કુદ, વોલીબોલ, ખોખો, યોગ સહિતની રમતો સામેલ કરાઇ છે. 

રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469

 ઝોન કક્ષાના રમતોત્સવનો પ્રારંભ કરાવતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, દાહોદ જિલ્લાનો સર્વાગી વિકાસ થાય એ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ૧૧૫ મહત્વાંકાક્ષી જિલ્લાઓમાં દાહોદનો સમાવેશ કર્યો છે. તદ્દઉપરાંત સ્માર્ટ સીટી તરીકે દાહોદ નગરનો પણ કરોડોના ખર્ચે વિકાસ કરાઇ રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ દાહોદને રૂ. ૨૦ હજાર કરોડના રેલ્વે એન્જિન માટેના પ્રોજેક્ટની ભેટ ધરી છે ત્યારે દાહોદ જિલ્લો રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધી રહ્યો છે.

 તેમણે જણાવ્યું કે, વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરાઇ છે તેમાં પ્રધાનમંત્રી શ્રી મોદીનું મહત્વનું પ્રદાન છે. તેમણે યોગ તેમજ ફીટ ઇન્ડિયા જેવા અભિયાનો થકી દેશને રમત ગમત ક્ષેત્રે નવી રાહ ચીંધી છે. આપણો દાહોદ જિલ્લામાં પણ ઉત્તમ ખેલાડીઓ છે. તેમને પ્રોત્સાહન મળે અને તેઓ રાજ્ય અને દેશમાં પોતાનું નામ રોશન કરે એ માટેની તમામ સુવિધાઓ સરકાર દ્વારા અપાઇ રહી છે. ત્યારે આજના રમતોત્સવમાં સૌ ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે એ માટેની સાંસદશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ યોગના અવનવા કૌશલ બતાવનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. 

આ વેળા ધારાસભ્ય સર્વે શ્રી મહેશભાઇ ભૂરીયા, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી મહેન્દ્રભાઇ ભાભોર, નગરપાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ અગ્રણીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુર પારેખ સહિતના અધિકારીશ્રીઓ તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતા.