મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારીએ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ફુલ 1778 કર્મચારીઓનો ફીક્સ પગારનો 5 વર્ષનો સમયગાળો સળંગ ગણવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ મહેસાણા જિલ્લામાં એક જ દિવસે 269 શાળાઓને ઓર્ડર અપાયા છે,મહેસાણા જિલ્લાની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક 254 શાળાઓ અને સરકારી 15 શાળાઓમાં અગાઉ 5 વર્ષ ફીક્સ પગારની નોકરીમાં નિમણૂંક પામેલા શિક્ષણ સહાયક, વહીવટી સહાયક, સાથી સહાયક મળી કુલ 1778 કર્મચારીઓનો ફીક્સ પગારનો 5 વર્ષનો સમયગાળો સળંગ ગણાશે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરાયો છે. મંગળવારે કર્મચારીઓના સળંગ નોકરીના ઓર્ડર શાળાઓને એનાયત કરવામાં આવ્યા હતા.હેસાણા જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. એ.કે.મોઢે જણાવ્યું કે, ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વર્ષ 1999 પછી ફિક્સ પગારથી 5 વર્ષ નોકરી કરનાર શિક્ષકો, ક્લાર્ક, પટાવાળાની નોકરીનો સમયગાળો સળંગ ગણવા શિક્ષક સંઘ દ્વારા માંગણીઓ કરવામાં આવી હતી અને સરકારની સ્વિકૃતિ પછી અમલમાં આવી છે.આ સાથે તેમણે કહ્યું હતું કે, ફીક્સ નોકરીનો સમયગાળો હવે ઉચ્ચ પગાર, બઢતી અને નિવૃત્તિ વિષયક લાભોમાં ગણવામાં આવશે. ગ્રાન્ટેડ શાળાના 1722 કર્મચારીઓ અને સરકારી શાળાઓના 56 કર્મચારીઓના સળંગ નોકરીના ઓર્ડર શાળાઓને એનાયત કરવામાં આવ્યા છે. માધ્યમિક શિક્ષક સંઘના સુધીર પટેલે જણાવ્યું કે, એક જ દિવસે સળંગ નોકરીના શાળાઓને આદેશ આપવામાં મહેસાણા રાજ્યમાં પ્રથમ જિલ્લો બન્યો છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं