દાહોદ જિલ્લાના લીમખેડામાં હોમગાર્ડને નોકરી પર હાજર કરવા લાંચ માંગનાર લીમખેડા યુનિટના હોમગાર્ડના ઇન્ચાર્જ કમાનડેન્ટને ૫૦૦૦ હજાર રૂપિયાની લાંચ લેતા ગોધરા લાંચ રિશ્વત વિરોધી શાખાએ રંગે હાથે ઝડપી જેલ ભેગો કર્યો છે.
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
લીમખેડા તાલુકાના રહેવાસી અને લીમખેડા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડને તેમના જ યુનિટના ઇન્ચાર્જ હોમગાર્ડ કમાનડેન્ટ કલસિંગભાઈ પ્રતાપભાઈ પટેલ દ્વારા છેલ્લા બે મહિનાથી ભરત પર હાજર ન કરી રહ્યા હતા એ સંબંધે હોમગાર્ડ દ્વારા રિચાર્જ કમાન્ડન્ટને ભરત પર હાજર કરવા વિનંતી કરી હતી જે બાદ કલસીંગભાઈ પટેલે ફરજ પર હાજર કરવા માટે દસ હજાર રૂપિયાની લાંચણી માંગણી કરતા હોમગાર્ડ દ્વારા આ અંગેની ફરિયાદ ગોધરા લાંચ રિશ્વત વિરોધી શાખામાં કરી હતી જે બાદ પંચમહાલ એસીબી એકમના મદદનીશ નિયામક બી એમ પટેલ દ્વારા છટકુ ગોઠવતા હોમગાર્ડ દ્વારા નક્કી થયેલા લાંચ પૈકી ૫૦૦૦ રૂપિયા લેવા કલસિંગભાઈ પટેલ નક્કી કર્યા મુજબ મારૂતિ નંદન ઓફ સેટ અને ટેન્ટ હાઉસ દુકાનની બહાર આવ્યા હતા જ્યાં હોમગાર્ડ દ્વારા લાંચ ની રકમ કલસિંગભાઈ પટેલ ને આપી હતી જે સમયે ગોધરા લાંચ રિશ્વત વિરોધી શાખાની ટીમે કલસિંગભાઈ પટેલ ને રંગે હાથે દબોચી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે દાહોદ એસીપી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા.