ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન જુગાર રમતા ત્રણ ઈસમો ને પકડતી ડીસા શહેર દક્ષીણ પોલીસ.. 

આજરોજ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનનનો પોલીસ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી- જુગાર લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ડીસા રેલ્વે સ્ટેશન પાસે આવેલ જુના ઘરો પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે હકિકત આધારે સદરે જગ્યાએ રેડ કરતા ત્રણ ઈસમ ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા પકડાઈ ગયેલ અને સદરે ઈસમની અંગઝડતી માંથી રોકડા કી.રૂ. ૯૨૫૦/- તથા દાવ પટ ઉપરથી કિ.રૂ.૩૦૦૦ ગણી આમ કુલ કિ.રૂ.૧૨૨૫૦/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગારનું કેશ શોધી કાઢી કાયદેશર કાર્યવાહી કરવામાં આવેલ છે.. 

(૧) મોહસીમભાઈ અકબરભાઈ ભટ્ટી સિપાઈ) ડીસા અમનપાર્ક મસ્જીદ પાસે 

(૨) અશોકમાઈ ગણેશભાઈ ઠાકોર ડીસા ચાવડીવાસ અંબે માતાના મંદિર પાછળ 

(૩) પોપટભાઈ પ્રધાનજી ઠાકોર ડીસા રેલ્વે સ્ટેશન મહાદેવ મંદિર પાછળ