બનાસકાંઠા જીલ્લામાં સરહદી વિસ્તાર થરાદ, ખોડા ચેક પોસ્ટ પરથી એક ટ્રેલરમાં ચોખાના કટાની આડમાં દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશતા થરાદ પોલીસે કન્ટેનર સાથે બે લોકોને પકડી પાડ્યા છે. થરાદ પોલીસ ખોડા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દર્મીયાન રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ઝીણવટ ભરી તપાસ કરી ગુજરાતમાં પ્રવેશ દેવામાં આવે છે. જેમા થરાદ પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાન તરફથી ટ્રેલર ગુજરાતમાં પ્રવેશે તે પહેલા થરાદ ખોડા ચેક પોસ્ટ ઉપર પોલીસે શંકાના આધારે ટ્રેલરની તપાસ કરતા ટ્રેલરમાંથી ચોખાના કટ્ટાની નીચે દારૂની પેટીઓ સંતાડેલી મળી આવતા પોલીસે ડ્રાઇવર તેમજ તેની સાથે બીજા એક ઈસમ ને ઝડપી પાડ્યા હતા. ટ્રેલરમાંથી કુલ દારૂની 198 પેટીમાંથી બોટલો 2856 સહીત કુલ મુદામાલ 31 લાખ 11 હાજર 884 રૂપિયા નો કબજે લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.