બખ્ખર ગામેથી આંખ ફરક ના આંકડા લખતા 1150 ના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ગરુડેશ્વર પોલીસ

પ્રાપ્ત વિગત અનુસાર ગરુડેશ્વર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા દરમિયાન તેઓને બાતમિ મળેલ કે ગરુડેશ્વર તાલુકાના બખ્ખર ગામે એક આરોપી પોતાના આર્થિક ફાયદા માટે આંક ફરક ના આંકડા લખે છે જે બાતમીના આધારે ગરુડેશ્વર પોલીસ સ્ટાફના માણસો મોજે બખ્ખર ગામે જુગાર અંગે રેડ કરતા આ કામના આરોપી બીપીનભાઈ શંકરભાઈ ભીલ પોતાના આર્થિક ફાયદા માટે પૈસા વડે આંક ફરક ના આંકડા લખી લખાવી પૈસા વડે હાર જોત નો જુગાર રમી રમાડતા ઝડપાઇ આવ્યો

ગરુડેશ્વર પોલીસે ઝડપાયેલા આરોપી ની અંગ જડતીમાં મળેલા રોકડા રૂપિયા 1150 તથા જુગાર અંગેના સાહિત્ય મળી કુલ 1150 ના મુદ્દા માલ સાથે આરોપી વિપીનભાઈ શંકરભાઈ ભીલનાઓને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગરુડેશ્વર પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે