તારાપુર હાઇવે પર ફતેપુરા પાસે ઉભેલ ટ્રક પાછળ અથડાયેલ ડમ્પરની પાછળ બીજુ એક ડમ્પર અથડાયું બન્ને ચાલકો ઈજાગ્રસ્ત 

તારાપુર ફતેપુરા પાસે ગત રાત્રે બ્રેક ફેલ થયેલ ટ્રકની પાછળ અથડાયેલ ડમ્પરની પાછળ બીજુ એક ડમ્પર અથડાયું હતું જેમાં બન્ને ડમ્પરના ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે 

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરથી કેમીકલનો પાવડર ભરીને ગોંડલ જવા નિકળેલ ટ્રકનં. GJ-8-X-3539ને તારાપુર ફતેપુરા સીએનજી પંપ પાસે ગતરોજ ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતાં ટ્રક રોડની સાઈડમાં ચારેય રીફલેટર ચાલું રાખી ઉભી રાખેલ જે સમયે રાતના દોઢ વાગ્યાના અરસામાં ઉભેલ ટ્રકની પાછળ પુરપાટ આવતું નંબર પ્લેટ વિનાનું ડમ્પર અથડાયું હતું જેમાં ડમ્પરના ચાલકને ઈજાઓ થયેલ જેને બહાર કાઢી 108 બોલાવવાની તજવીજ ચાલતી હતી તે સમયે તારાપુર તરફથી આવતા અન્ય એક ડમ્પર નંબર GJ-13-AT-9418 ટ્રકમાં અથડાયેલા ડમ્પરની પાછળ અથડાયું હતું જેમાં ડમ્પર ચાલકને ઈજાઓ થયેલ બન્ને ડમ્પર ચાલકો ઈજાગ્રસ્ત થતા 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યારે આગળ ઉભેલ ટ્રકની પાછળના ભાગે નુકસાન થયું હતું જ્યારે બન્ને ડમ્પરના કેબીનો કચ્ચરઘાણ વળી ગયા હતા સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી આ અંગે પોલીસે ટ્રક ચાલકની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે