તારીખ ૦૩/૦૧/૨૦૨૩

“ડીસા રૂરલ પોલીસ સ્ટેશન મા તા.૨૯/૧૨/૨૦૨૨ ના રોજ નકલી ઇન્કમ ટેક્ષ ઓફીસરો બની ઠગોએ જુના ડીસા ગામેના સોની પરવારના ઘરે ખોટી રીતે રેઇડ કરી રોકડ રુ!-૦૨,૮૫,૦૦૦/- તથા ચાંદીના બિસ્કીટ (ચોરસા) નંગ-૦૬ કી.રૂ!-૧,૫૦,૦૦૦/-ની છેતરપીંડી કરી લઇ નાસી ગયેલ ૦૬ ઇસમો વિરૂધ્ધ દાખલ થયેલ ગુનામાં ૦૬ આરોપીઓ પૈકી ૦૪ ઇસમોને પકડી પાડી વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલતી એલ. સી. બી. પાલનપુર” બનાસકાંઠા.. 

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા સાહેબે બનાસકાંઠા જીલ્લામાં બનતા મિલ્‍કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા અંગે આપેલ સુચના અન્‍વયે શ્રી એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેકટર તથા એ.બી.ભટ્ટ પો.સબ.ઇન્સ એલ.સી. બીનાઓ ના માર્ગદર્શન તથા સુચના મુજબ શ્રી પી.એલ. આહીર પો.સબ.ઇન્સ. એલ.સી.બી. નાઓ સ્ટાફના માણસો સાથે ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ધરપડા ગામે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જુના ડીસા થી પાટણ તરફ જતા હાઇવે રોડ ઉપર ધરપડા ગામની સીમમાં આવેલ કેનાલ ઉપર ચાર ઇસમો ચોરી કે છળકપટથી મેળવેલ પૈસા તથા બીજી ચિજ વસ્તુઓનો ભાગ પાડે છે.. 

જે હકીકત આધારે ડીસા રુરલ પો.સ્ટે. પાર્ટ એ ગુના નં. ૧૧૧૯૫૦૧૯૨૨૦૯૯૦/૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૧૯,૪૨૦, ૧૧૪ના કામે શકદાર નરેશજી ઉર્ફે નરસીહ સહદેવજી ઠાકોર રહે. કુંભારવાસ, ખડવાળ જુનાડીસા તા.ડીસા તથા શ્રવણજી તરસંગજી ઠાકોર રહે.વેડંચીયાપુરા, ઢુવા તા.ડીસા તથા ધારસીજી શંકરજી ઠાકોર રહે. માધુપુરા રોડ, ઢુવા તા.ડીસા તથા રાહુલજી શ્રવણજી ઠાકોર રહે. જોગણીમાતાના મંદીર સામે, ઢુવા તા.ડીસા વાળા ને પકડી પાડી તેઓએ ઠગીને મેળવેલ ચાંદીના બિસ્કીટ નંગ-૦૪ જેનુ કુલ વજન- ૨૧૨૬.૮૦૦ કી.ગ્રા કી.રૂ!-૦૧,૪૦,૫૮૧/- તથા રોકડ રકમ રૂ!-૦૧,૦૬,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૫ કી.રૂ!-૧૬,૦૦૦/- મળી કુલ મુ.માલ કી.રૂ!-૦૨,૬૨,૫૮૧/-નો પંચનામાની વિગતે સી.આર.પી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી અન્ય બે આરોપીઓ (૧) પીન્ટુજી પીન્ટુજી દલસંગજી ઠાકોર રહે.વીરપુર (ઓગણવાડા) તા.કાંકરેજ તથા (૨) લાલભા નથુભાઇ વાઘેલા રહે.ઓગણવાડા તા.કાંકરેજવાળાના નામો ઉજાગર કરી ગણતરીના દિવસોમાં વણશોધાયેલ મિલ્કત સબંધી ગુનો શોધી કાઢતી એલ.સી.બી. બનાસકાંઠા પાલનપુર..