દિયોદર નગરે ખીમાણા હાઈવે પર જલારામ બાપા નું નવ નિર્માણ મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં આગામી સમય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે જેમાં ફાગણ સુદ ૩ તારીખ ૨૨/૨/૨૦૨૩ બુધવાર થી ફાગણ સુદ પાંચમ તારીખ ૨૪/૨/૨૦૨૩ શુક્રવાર સુધી આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની સાથે સાથે ભવ્ય ડાયરો તથા આનંદ ના ગરબા નું પણ આયોજન કરાયું છે. જલારામ બાપાના મંદિર ધામમાં સૌના આરાધ્ય ભગવાન રામ દરબાર ,રાધાકૃષ્ણ ભગવાન,ગણપતિ બાપા અને હનુમાન દાદા દરિયાલાલ દેવ ની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે જેમાં ભવ્ય શોભાયાત્રા પણ યોજાશે જેમાં બાળકો ભગવાન અને દેવોના વેશભૂષામાં આકર્ષણ જમાવસે જેમાં મહોત્સવ ને લઈ સમગ્ર રઘુવંશી સમાજ ની સાથે સાથે સમગ્ર દિયોદર નગર માં પણ થનગનાટ જોવા મળી રહો છે
જેમાં પ્રેસ કોન્ફરન્સ માં મનુભાઈ ઠક્કર,ધનાભાઈ ઠક્કર ઉર્ફ સેવતિલાલ ઠક્કર,સોમાભાઈ ઠક્કર ,ડો દીપકભાઈ અખાણી,મનીષભાઈ ઠક્કર ,પી.ડી ઠક્કર,વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ...
*ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન રઘુવંશી સમાજ ના ઘેર ઘેર સવાર સાંજ દિવા પ્રગટશે*આ મહોત્સવ ને લઈ રઘુવંશી સમાજ ના ઘેર ઘેર સવાર સાંજ દિવા પ્રગટશે જેમાં આસોપાલવના તોરણ બંધાશે અને જવેરા પણ વવરાવશે જેમાં કાર્યક્રમ ને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહો છે..