ડીસા દક્ષિણ પોલીસ થર્ટી ફસ્ટ દરમિયાન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ડોલીવાસ વિસ્તાર નજીક 2 શખ્સો શંકાસ્પદ હાલતમાં ફરતાં હોઇ પોલીસે રોકી તેમની તલાશી લેતાં તેમની પાસેથી વગર પાસ પરમીટની દેશી બનાવટની 2 પિસ્તોલ મળી આવી હતી.

જોકે, પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરતાં આ બંને યુવક રાજસ્થાનના હોવાનું સામે આવ્યું હતું. જેમાં તેઓ તનસિંહ ગુલાબસિંહ રાજપૂત (રહે. મોટી વિરોલ, તા.સાંચોર) અને હમીરસિંહ ભવરસિંહ રાઠોડ (રહે.ભાવડા, તા.ધોરીમના) હોવાનું કબૂલ્યું હતું. હાલમાં તો ડીસા દક્ષિણ પોલીસે બંને શખ્સો સામે આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આ બને યુવક ક્યાં કારણોસર ડીસા ખાતે આવ્યા હતા ? તે બાબતની વધુ તપાસ હાથ ધરી છે.