કંડલા મરીન પોલીસ સ્ટેશન દ્વારા ઈંગ્લીશ દારૂનો નાશ કરવામાં આવેલ 

    આજરોજ પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આ૨.મોથલીયા, સરહદી રેન્જ –ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓની સુચના અન્વયે તેમજ ના.પો.અધિ.શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન મુજબ કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુન્હા કામે પક્ડાયેલ પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવા નામ.કોર્ટના હુકમ મુજબ શ્રી મેહુલ દેસાઈ સાહેબ એસ.ડી.એમ. અંજાર તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ ના.પો.અધિ.શ્રી અંજાર તથા શ્રી એચ.કે.હુંબલ પો.ઇન્સ. કંડલા મરીન તથા શ્રી આઇ.એચ.ડોડીયા નશાબંધી અને આબકારી અંજાર નાઓની રૂબરૂમાં કંડલા મરીન પો.સ્ટે.માં પકડાયેલ પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૫૩૫૨ તથા બીયર ટીન નંગ-૧૧૭૮ કુલ્લ કિ.રૂ.૨૩,૩૮,૨૭૫/- ના મુદ્દામાલનો નાશ સીમ વિસ્તાર શીણાય મધ્યે કરવામાં આવેલ છે. 

    આ કામગીરીમાં પો.ઈન્સ શ્રી એચ.કે.હુંબલ તથા કંડલા મરીન પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*