શહેરા થી વિશેષ ઉપસ્થિત રહેલ રતન દીદી એ શાલ ઓઢાવી મહેશ ભૂરિયાનું સન્માન કર્યું અને કહ્યું આ ઈશ્વરના આશીર્વાદ રૂપી શાલ છે જેથી આપ સદા સત્કર્મ કરી નવી દિશામાં સતત આગળ વધતા રહો. રતન દીદીએ કહ્યું ઇશ્વર દ્વારા મહેશ ભૂરિયાને ગરીબોની સેવા તેમની ઉન્નતિ માટે તક આપી છે તો તે તકનો સારી રીતે ઉપયોગ કરશો અને સદાય લોકોના કલ્યાણ માટે કાર્ય કરતા રહો તેવા આશીર્વાદ આપ્યા હતા.
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
મિતાદીદી એ કહ્યું સન્માન આપણે સહુ પ્રથમ પોતાનું દરરોજ કરીશું તો બીજાનું સન્માન આપોઆપ થશે તેમજ સન્માન એટલે સન- સન એટલે સુરજ, સન એટલે દીકરો અને તેનું માન એટલે સન્માન. મિતાદીદી એ કહ્યું આપ ઝાલોદને સ્વર્ણિમ નગર, સ્વર્ણિમ તાલુકો બનાવી નવી ઉંચાઈએ લઈ જાઓ તેવા શિવબાબા મહેશભાઈને આશીર્વાદ આપે તેમજ ઉપસ્થિત મહેશભાઈ તેમજ અન્ય મહેમાનોને બ્રહ્માકુમારીના સુવીચાર સાથેની એક આકર્ષક ફ્રેમ પણ સન્માન પેટે આપવામાં આવી હતી.
છેલ્લે ધારાસભ્ય મહેશ ભૂરિયાએ કહ્યું કે હું સદા ધર્મના માર્ગ પર ચાલી નિસ્વાર્થ ભાવે એક સેવક બની લોકોની વચ્ચે રહી ફરજ નિભાવીશ તેમજ જે પણ વિકાસના મુદ્દા આવશે તેને હું ધ્યાને રાખી કામગીરી કરીશ તેવો વિશ્વાસ આપ્યો હતો.