પાવીજેતપુર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તેમજ દિગંબર જૈન સંઘ દ્વારા ગીરીરાજ બચાવો માટેમહારેલી યોજવામાં આવી હતી 

             શ્રી શત્રુંજય મહાતીર્થ તેમજ શ્રીસમેતશિખરજી તીર્થ ભારતના નહીં પરંતુ સમગ્ર વિશ્વના જૈનોના આરાધના નું કેન્દ્ર છે જૈન સમાજ માટે આ તીર્થ નું અવર્ણનીય મહત્વ છે. પરંતુ છેલ્લા કેટલા સમયથી અસામાજિક તત્વો દ્વારા આ પરમ પવિત્ર તીર્થની ગરીમા ને ખંડિત કરે તેવી નીંદનીય પ્રવૃતિઓ થઈ રહી છે આ પ્રવૃત્તિઓથી જૈન સમાજની ધાર્મિક આસ્થાને ઘણીજ ઠેસ પહોંચી છે. જૈનો એક શાંતિ પ્રિય પ્રજા છે અને તેઓ સમાજના ઉત્કર્ષમાં પણ સતત યોગદાન આપતા રહે છે. શ્રી શેત્રુંજય મહાતીર્થ પર થયેલી આવી પ્રવૃત્તિઓને અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં આવી કોઈ દુષ્ટવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવા સરકારશ્રીને અનુરોધ કરી સરકારશ્રી દ્વારા ઘટતું કરે અને પવિત્ર તીર્થને ન્યાય મળે અને પર્યટન સ્થળમાં ઘોષિત ના થાય એ બાબતની નમ્ર વિનંતી સાથે રજૂઆત કરવામાં આવી હતી.