છોટાઉદેપુર : બોડેલી

બોડેલી વિભાગ કર્મચારી 

કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બોડેલીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે બાબુભાઈ રાઠવા ઉપપ્રમુખ તરીકે રાજેશ રાઠોડ બિનહરીફ જ્યારે મંત્રી પદે સલીમ મન્સૂરી 201 મતથી વિજેતા બન્યા :

        સન 2016 માં નોંધાયેલ બોડેલી વિભાગ કર્મચારી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બોડેલી ના પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રી સાથે કુલ 18 કારોબારી સભ્યોનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 17 કારોબારી સદસ્યો પૈકી 11 સદસ્યો બિનહરીફ થયા હતા અને છ સદસ્યો ચૂંટણીમાં વિજેતા બની સદસ્ય બન્યા હતા જ્યારે મંડળી ના નિયમ મુજબ મંત્રી પદને અલગથી ચૂંટણી થતી હોય ગઈકાલે મંત્રી પદ માટે યોજાયેલ ચૂંટણીમાં મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા સલીમભાઈ મન્સુરી અને નિતેશ કુમાર પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો જેમાં મંડળીના કુલ 615 સભાસદો પૈકી 583 સભાસદો એ મતદાન કર્યું હતું. જેની મત ગણતરી થતા સલીમભાઈ મન્સૂરી 388 અને નિતેશકુમાર પટેલને 187 મત મળતા સલીમ મન્સૂરી નો 201 મતથી જ્વલંત વિજય થયો હતો.

       જ્યારે આજે મંડળીના સમગ્ર કારોબારી સદસ્યોની મળેલ બેઠકમાં મંડળીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં મંડળીના વર્તમાન પ્રમુખ બાબુભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ રાઠોડ ને ઉપસ્થિત કારોબારી સદસ્યોએ બિનહરીફ ચૂંટી કાઢ્યા હતા.

         આમ મંત્રી તરીકેની રસાકસીભરી ચૂંટણીમાં 201 મતની ખૂબ મોટી સરસાઇ સાથે વિજેતા બનેલ સલીમભાઈ મન્સૂરીએ તમામ સભાસદ ભાઈ બહેનો તેમજ સાથી કાર્યકર મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરી પોતાનામાં મુકેલા વિશ્વાસ પર હું ખરો ઉતરીશ અને મંડળીનો વહીવટ ખૂબ નિષ્ઠાપૂર્વક અને પારદર્શિતા સાથે કરી મંડળીના તમામ કારોબારી સદસ્યોનાં સહકાર થી મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ જ અમારું એકમાત્ર લક્ષ્ય હશે તેમ જણાવ્યું હતું ત્યારે આજે મંડળીના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવેલ બાબુભાઈ રાઠવાએ મંડળીના સાથી કારોબારી સદસ્યો અને મંડળીના તમામ સભાસદો સહિત સાથી મિત્રોનો આભાર વ્યક્ત કરી તાલુકાનો પ્રાથમિક વિભાગ નો કે ઉચ્ચ પ્રાથમિક વિભાગ દરેક શિક્ષક મારો ભાઈ છે તેમ કહી દરેકે દરેકને સાથે લઈ મંડળીની પ્રગતિ માટે ખાતરી આપી હતી.

     મંડળીમાં મંત્રી પદે ચૂંટાઈ આવેલ સલીમભાઇ મન્સૂરી - લઢોદ સાથે બિનહરીફ ચૂંટાઈ આવેલા પ્રમુખ બાબુભાઈ રાઠવા - તાંદલજા ઉપપ્રમુખ રાજેશભાઈ રાઠોડ-બાંગાપુરા સહિત તમામ કારોબારી સદસ્યો ધવલકુમાર રાઠવા- જુની બોડેલી, કપિલ કુમાર પટેલ -ઢોકલીયા, રાજેશકુમાર પટેલ -કુંડી ઉંચાકલમ, રસિકકુમાર બારીયા -પચ્ચીસ ગામ, ધવલકુમાર જોષી - મણીનગર નવી વસાહત, અરવિંદભાઈ રાઠવા - ધરોલીયા, નરસીભાઈ બારીયા- બામરોલી, રમેશભાઈ રાઠવા- સુર્યા, વંદનાબેન ડાભી - વડદલા (વા) , જીગરભાઈ પટેલ - ખેરકુવા, જીતેન્દ્ર પટેલ - મુલધર, રામદાસ રાઠવા -શેરપુરા, ચિરાગ કોલચા -વાલોઠી અને ભીમસિંહ ચૌહાણ -પાંધરા ને બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળી ના પ્રમુખ વિશાલ પટેલ ઉપપ્રમુખ અરવિંદભાઈ રાઠવા મંત્રી ચંદ્રકાંત રાણા, સહમંત્રી કંદુભાઈ રાઠવા વિગેરે સહિત શિક્ષકો વિશાલ પંડ્યા, પરિમલ પટેલ, બોડેલી તાલુકા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ અશોક ગઢવી મંત્રી રાકેશ રાઠવા, મુસ્તાક મનસુરી, પરિન પટેલ, વિષ્ણુભાઈ પટેલ, કાજુ રાઠવા સહિતના શિક્ષકોએ ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા.