ઊનાના સીમાસી પાસે બે દિવસ પહેલાં ધોળે દિવસે સામેથી આવતી બાઇક પર ટ્રક ચઢાવી હત્યા કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આ ગુનો તેણે પિતાની હત્યાનો બદલો લેવા કર્યાનું પોલીસે જણાવ્યું છે. ઊના તાલુકાના સીમાસી ગામે રફીકભાઈ હુસેનભાઇ વાકોટ નામના પૂર્વ પોલીસ કોન્સટેબલ બે દિવસ પહેલાં પોતાની ડોળાસા સીમમાં આવેલી વાડીએથી બાઇકપર પરત ફરતો હતો ત્યારે સામેથી ટ્રકમાં આવતા એજાજ અબ્બાસભાઇ જુણેજાએ ટ્રક બાઇક પર ચઢાવી હત્યા કરી નાંખી હતી. આ અંગે રફીકભાઇના કાકાના દીકરા નજીરભાઇ આદમભાઈ વાકોટે એજાજ સામે ફરીયાદ નોંધાવી હતી. દરમ્યાન પોલીસે તેને ધોકડવા-બેડીયા રોડ પરથી ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સ પિતાની હત્યાનો બદલો લેવા ગુનો આચર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બનાવ બાદ તે નાસી ગયો હતો.
ઊનાના સીમાસીમાં ટ્રક ચઢાવી પૂર્વ પોલીસમેનની હત્યા કરનાર ઝડપાયો પિતાની હત્યાનો બદલો લેવા ગુનો કર્યો તો, ધોકડવા-બેડીયા રોડ પરથી પકડાયો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/01/nerity_bed5fcefe38305e551c4b4ac27a43cb4.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)