જસદણ અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન 260 જેટલી બોટલો કરાઈ એકત્ર જસદણમાં છાયાણી પરિવારની વાડી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ - જસદણ દ્વારા પોતાના સેવાકીય પ્રવૃત્તિઓના નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રક્તદાન કેમ્પ - 2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમા જસદણ શહેર તથા આજુબાજુના ગામોમાંથી તમામ વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી રક્તદાન કરીને 260 જેટલી બોટલનું નાના સેન્ટરમાં વિક્રમજનક રક્ત એકત્ર કરવામાં આવ્યું.ટ્રસ્ટ સમાજિક જનજાગૃતિ માટે પણ હંમેશા અગ્રેસર રહ્યું છે, આ તકે નવો જ ચીલો ચાતરી કોઈ આગેવાન કે દાતા નહીં પરંતુ 7 દીકરીઓના હસ્તે રીબીન કાપી, રકતદાન કેમ્પને ખુલ્લો મુકી, સ્ત્રી સન્માનની ભાવના સાથે "આપણું ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન જ્યાં સ્ત્રીઓ સશક્ત, મજબૂત હોય અને તે દેશના સમગ્ર કાર્યમાં સરખી ભાગીદારી હોય" તે દિશામાં આયોજકોએ સમાજમાં પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. આ કાર્યક્રમની સાથે જસદણ શહેરમાં સ્વામી વિવેકાનંદજીના વિચારો થકી લોકોમાં જાગૃતિ આવે તે માટે રાહત દરે સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવ્યું. જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.આ તકે અવતાર ટ્રસ્ટના સભ્યો દ્વારા કાર્યક્રમમાં તન, મન અને ધનથી સેવા આપનાર તમામ દાતાશ્રીઓ તથા રક્તદાન કરનાર દરેક રક્તદાતાશ્રીઓને સ્મૃતિ ભેટ આપી, તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Win For Niger Military; U.S. To Pull Out Nearly 600 Soldiers Amid Anti-France Wave | Report
Win For Niger Military; U.S. To Pull Out Nearly 600 Soldiers Amid Anti-France Wave | Report
કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે મહેમદાવાદના ત્રણ ગામોમાં ૪.૫ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા મહેમદાવાદ તાલુકાના સિહૂંજ,...
Gold Price Today | MCX पर सोना ₹71,300 के ऊपर कायम, चांदी में निवेश का सही समय कब होगा? | Silver MCX
Gold Price Today | MCX पर सोना ₹71,300 के ऊपर कायम, चांदी में निवेश का सही समय कब होगा? | Silver MCX
Assam CM Dr Himant Biswa Sarma on PM Modi ji , AIUDF Chief Badaruddin Ajmal ji & UCC
Assam CM Dr Himant Biswa Sarma on PM Modi ji , AIUDF Chief Badaruddin Ajmal ji & UCC