આણંદ જિલ્લા એસ.પીની સૂચના અનુસાર ખંભાત પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બરની તકેદારીના ભાગરૂપે રાત્રિએ દ્રન્ક એન્ડ દ્રાઇવ કરાઈ રહી.બાતમીદારોને આધારે તેમજ સતત પેટ્રોલિંગ કરી ખંભાત પોલીસ જવાનોએ ૫ જેટલા ઈસમોને ઝડપી પાડી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતીનુસાર ખંભાતના બુલાખીદાસની ચાલીમાં રહેતા વિજયસિંહ ભુપતસિંહ રાઠોડને ૧૮૦ મીલીના ૬૦૦ કિંમતના ૬ કવોટરિયા વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો.જ્યારે પાણિયારી ભવાનીપાડા ખાતે રહેતા રાજુભાઇ બુદ્ધિલાલ રાણાને ૧૬૦૦ કિંમતની વિદેશીદારૂની બોટલો સાથે પકડી પાડ્યો હતો.લાલ દરવાજા ખાતેથી લક્ષ્મીબેન કિશનભાઈ વાઘરી નામની મહિલાને ૪ લીટર દેશીદારૂ સાથે ઝડપી પાડી હતી.તદઉપરાંત કતકપુર નવી નગરી પાસેથી દેશીદારૂ પીધેલી હાલતમાં લથડીયા ખાતા શકરપૂરનો કિશન મફતભાઈ પઢીયાર તેમજ ત્રણ દરવાજા પાસેથી દેશીદારૂ પી ને એક્ટિવા ચલાવતા નયીમમીંયા શેખને ઝડપી પાડી આ તમામ ૫ ઈસમો સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી ખંભાત શહેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(સલમાન પઠાણ-ખંભાત)