નાની ઘરનાલ ગામ ની પ્રસૂતા ને દુખાવો થતાં ભીલડી ૧૦૮ એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા સ્થળ પર જ ડિલિવરી કરાવી તંદુરસ્ત બાળક ને જન્મ આપ્યો.
ડીસા તાલુકાના નાની ઘરનાલ ગામના રાધાબેન ને પ્રસુતિની પીડા ઉપડતાં 108 ને કોલ કરવામાં આવ્યો હતો. આ કોલ ભીલડી લોકેશન ને મળતા ઈએમટી જગદીશ દવે અને પાયલોટ પ્રકાશ ચેખલિયા ત્યાં જવા રવાના થયા હતા. એમ્બ્યુલન્સ ટુંક જ સમયમાં દર્દી પાસે પહોંચી ઘરે જઈને તપાસ કરતા માલુમ પડ્યું રાધાબેન ને દુખાવા ની તીવ્રતા વધારે હતી અને સાથે બાળક નું માથું પણ દેખાતું હતું. ત્યાં તાત્કાલિક જ સ્થળ પર જ દર્દી ને ડિલિવરી કરાવવી જરૂરી લગતા અમદાવાદ હેડ ઓફીસ સ્થિત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિજીશયન માં હાજર ડોક્ટર અંજલિ મેડમ ના માર્ગદર્શન મુજબ ઈન્જેકશન ઓક્સીટોસિન અને રિંગરલેક્ટેક આઈવી ફ્લુઇડ સાથે આપી ને નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વરનોડા લઈ ગયા હતા. જ્યાં માતા અને બાળક બંને તંદુરસ્ત અને સ્વસ્થ છે.તથા પરિવાર ના સભ્યો એ ૧૦૮ ટીમ નો આભાર વ્યક્ત કર્યો.