ગાંધીધામ અંજાર તાલુકાના તુણા પોર્ટ નજીક ઝીરો પોઇન્ટ પાસે બે શખ્સે પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો. જીવલેણ હુમલાના આ બનાવમાં યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સામા પક્ષે એક યુવાને આ પિતા-પુત્ર વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. તેમજ આદિપુરની તોલાણી કોલેજમાં હાથ ઉછીના પૈસા મુદ્દે સાત શખ્સે એક વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હતો.અંજારના વંડી ગામમાં રહેતા સલીમ મુસા હારૂન જામ તથા તેમનો દીકરો મોહમદ સિરાઝ તુણા ઝીરો પોઇન્ટ નજીક ચાની હોટેલ ચલાવે છે. ફરિયાદી સલીમ જામની મોટી દીકરી સાયનાના લગ્ન તુણાના બિલાલ હારૂન બાપડા સાથે થયા છે, પરંતુ છેલ્લા થોડાક મહિનાઓથી આ યુવતી રિસામણે પોતાના પિતાના ઘરે રહે છે. ગઇકાલે રાત્રે આ ફરિયાદી અને તેમનો પુત્ર ચાની હોટલે કામ કરી રહ્યા હતા ત્યારે ફરિયાદીનો ભાઇ બિલાલ બાપડા તથા સુમરી નામના શખ્સ બાઇકથી આ હોટલે આવ્યા હતા અને બિલાલની પત્ની રિસામણે થઇ હોવાથી તેણે પોતાના સસરાને ગાળો આપી હતી, જેની ફરિયાદીએ ના પાડતાં આ બંને શખ્સ ઉશ્કેરાઇ ગયા હતા અને પિતા-પુત્રને માર માર્યો હતો. તેવામાં સુમરો નામના શખ્સે મોહમદ સિરાજના માથામાં જોરથી પથ્થર વડે હુમલો કરી તેની હત્યાની કોશિશ કરી હતી. રાડારાડના પગલે લોકો એકઠા થતાં બંને આરોપી નાસી ગયા હતા. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં તે હજુ બેભાન હોવાનું બહાર આવ્યું હતું. સામા પક્ષે બિલાલ હારૂન બાપડાએ પોતાના સસરા સલીમ મુસા જામ તથા સાળા મામદ સિરાઝ સલીમ જામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી તથા તેના મિત્રો હાજી સિદિક સુમરો, હુશેન અયુબ બાપડા ગઇકાલે રાત્રે તુણા ગામના બસ સ્ટેન્ડે બેઠા હતા તેવામાં ત્રણેય ચા પીવા વાહનથી જઇ રહ્યા હતા, દરમ્યાન સુમરો સિગારેટ પીવા ફરિયાદીના સસરાની હોટલે ગયો હતો. હોટેલની સામે ફરિયાદી ઊભા હતા ત્યારે આરોપી સલીમ જામ તેને જોતાં ફરિયાદીએ આંખો કેમ કાઢો છો તેમ કહેતાં આરોપી તેની પાસે ગયો હતો અને ઝઘડો કરી દુકાનમાંથી ધારિયું લઇ આવી ફરિયાદીની પીઠમાં ઘા માર્યા હતા, દરમ્યાન મોહમદ સિરાઝ ત્યાં આવી તેણે પણ ફરિયાદીને માર માર્યો હતો. મારામારીના આ બનાવમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.મારામારીનો બીજો બનાવ આદિપુરની તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાં એ.વી. હોલ સામે પાર્કિંગવાળી જગ્યાએ બન્યો હતો. અંજારનાં દિવ્યરાજસિંહ નરપતસિંહ જાડેજા નામનો યુવાન આ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ ફરિયાદીએ કોલેજના પોતાના મિત્ર ઓમ ચંદુલાલ બારોટ પાસેથી બે મહિના અગાઉ હાથ ઉછીના રૂા. 8000 લીધા હતા જે તે પરત આપી શક્યો ન હતો. ગત તા. 28-12ના બપોરે ફરિયાદી કોલેજની પાર્કિંગવાળી જગ્યાએ હતો ત્યારે વિજય ગઢવી, ચિરાગ, ઓમ બારોટ ત્યાં આવ્યા હતા. રૂપિયાની માગણી કરી ઉશ્કેરાયેલા આ શખ્સોએ ફરિયાદીને પટ્ટા વડે માર માર્યો હતો. બાદમાં અર્જુન ગઢવી તથા અન્ય ત્રણ અજાણ્યા માણસો ત્યાં આવ્યા હતા અને આ તમામે પટ્ટા વડે ફરિયાદી' 'ઉપર હુમલો કર્યો હતો.' મારામારીના આ બનાવમાં ફરિયાદીને પડખામાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ પ્રકરણમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नागालैण्ड के मोन जिले में एनएससीएन द्वारा असम राइफल्स पर हमला
नागालैण्ड राज्य के मोन जिला अंतर्गत नायसा में स्थित 32 असम राइफल्स के कैम्प पर उग्रवादी संगठन एन...
ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ಆದಷ್ಟು ಬೇಗ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಮತ್ತು ಪರಿಶಿಷ್ಟ ಪಂಗಡದ ತೀರಾ ಹಿಂದುಳಿದ ವರ್ಗಗಳಿಗೆ ಒಳ ಮೀಸಲಾತಿ ಕಲ್ಪಿಸಬೇಕೆಂದು ಮುತ್ತುರಾಜ್ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಆಗಸ್ಟ್ 2, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ರಾಷ್ಟ್ರೀಯ ಮೂಲ ನಿವಾಸಿ ಮಂಚ್'ನ ಪದಾಧಿಕಾರಿಗಳು...
વડોદરા મહાનગર પાલિકાના કર્મચારીઓને નિરાકરણ લાવવાની ખાત્રી મળતાં હડતાળ સમેટાઈ
વડોદરા મહાનગર પાલિકાના કર્મચારીઓને નિરાકરણ લાવવાની ખાત્રી મળતાં હડતાળ સમેટાઈ