દાહોદમાં ફોર વ્હીલર - મોટરકાર વાહનો માટે પસંદગીના નંબરની ફાળવણી માટે હરાજી યોજાશે
દાહોદની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ફોર વ્હીલર મોટરકાર –વાહનોની નવી સીરીઝ GJ20CA શરૂ કરવામાં આવનાર હોય, ગોલ્ડન, સીલ્વર નંબરોની ફાળવણી માટે ઓનલાઇન હરાજી (ઓક્સન) યોજાશે. નંબર તથા ભરવાપાત્ર ફીની માહિતી http://parivahan.gov.in સાઇટ પરથી મળી રહેશે. ઇચ્છુક વાહનમાલિકો સીએનએ ફોર્મ ભરીને ભાગ લઇ શકશે.
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
ઓક્સનમાં ભાગ લેવા માટે આગામી તા. ૬ જાન્યુઆરી સુધીમાં http://parivahan.gov.in લિંક મારફતે એપ્લીકેશન કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૮ જાન્યુઆરી રહેશે. ઇ ઓક્શનનો પ્રારંભ ૮ જાન્યુઆરી સાંજે ૪ વાગે થશે અને સમાપ્ત તા. ૧૦ જાન્યુઆરી સાંજે ૪ વાગે થશે.
અરજદારોને વાહન ખરીદ કર્યા તારીખથી (સેલ લેટર અથવા ઇન્સ્યોરન્સની તારીખ) સાત દિવસની અંદર સીએનએ ફોર્મ ભરેલું હોવું જોઇએ. વેલીડ સીએનએ ફોર્મ રજૂ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે.
હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમયમર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો જે તે નંબર માટે મૂળ ભરેલી રકમ જપ્ત કરી જે તે નંબરની હરાજી કરવામાં આવશે. ઓનલાઇન ઓક્સન દરમ્યાન અરજદારે આરબીઆઇ દ્વારા નક્કી કરેલા ચાર્જ ચૂકવવાના રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી સીએનએ ફોર્મ ભર્યા બાદ ૬૦ દિવસનાં અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ એક યાદીમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, દાહોદે જણાવ્યું છે.