મહુવા તાલુકાના ડુંગરી ગામે રહેતો લિસ્ટેડ બુટલેગર પિયુષ ઉર્ફે સોમલો પટેલ દ્વારા તેના ઘર નજીક આવેલ ગૌચરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ હોવાની બાતમી આધારે એલસીબીની ટીમે રેડ પાડી ગૌચરમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૫૮૪ બોટલ કિંમત રૂ. ૨,૩૮,૦૦૦ અને મોપેડ ગાડી કિંમત રૂ.૫૦,૦૦૦ મળી કુલ્લે ૨,૮૮,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પિયુષ ઉર્ફે સોમલો પટેલ અને મોપેડ ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.