રાજ્ય સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24થી વ્યાજ વળતર યોજના અમલી થવાની હોઈ ભુજ નગરપાલિકા હદ વિસ્તારમાં તમામ મિલકતધારકોને વેરા ચાલુ વર્ષ?સુધી ભરપાઈ કરી જવા અન્યથા આગામી નાણાકીય વર્ષથી બાકી લેણા રકમ સબબ 18 ટકા વ્યાજની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ અંગે ભુજ સુધરાઈના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વ્યાજ વળતર યોજના તા. 01થી અમલી કરાશે, જેથી તમામ મિલકતધારકોએ વેરા તા. 31/3 સુધી ભરપાઈ કરી વ્યાજ વળતર યોજનાનો લાભ લઈ શહેરના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી.શ્રી ઠક્કરે જણાવ્યું કે, દેશ-વિદેશ વસતા લોકોની સુવિધા માટે ઓનલાઈન વેરા ભરવા માટે www.enagar.gujarat. gov.in/DigiGOV' વેબસાઈટ પણ ઉપલબ્ધ છે.ઉ.પ્ર. રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ, શાસકપક્ષના નેતા અશોક પટેલ, દંડક અનિલ છત્રાળા અને ટેક્સ કમિટીના ચેરમેન ધીરેન લાલન, ટેક્સ સુપરિ. અરવિંદસિંહ જાડેજા અને વેરા ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं