ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ દ્વારા જીવદયાના બે દિવસના અહિંસાધામનું આયોજન તા. 7-1થી બે દિવસ (શનિ-રવિ) માટે અહિંસાધામ-પ્રાગપર રોડ ખાતે કરવામાં આવ્યું છે. શનિવારે સવારે 9-30 વાગ્યે સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન અને પશુ-પક્ષી, પર્યાવરણ અને પાણી વિષે સંમેલન યોજાશે. જયેશ લાલકા કમલેન્દુ ભક્તા, ડો. દેવરક્ષિતાજી મ.સા. અને શિવાલી મિગલાની (બેંગ્લોર) પ્રવચનો આપશે. મુખ્ય અતિથિ વિશેષ તરીકે વિધાનસભા અનિરુદ્ધભાઇ દવે હાજરી આપશે. બપોરે 2-30 વાગ્યે નંદી ઇસ્કોન મંદિરના સંજય ભોંસલે અને શ્વેતદીપદાસ ઉપસ્થિત રહેશે. રવિવાર તા. 8-1ના સવારે 9-30થી જીવદયા-પર્યાવરણ વિશે સેમિનાર યોજાશે. દાતાઓનું સન્માન કરાશે. નવા આઇસીયુ પાસેના ગેટનું ઉદ્ઘાટન જયંતભાઇ શામજી છેડા (પ્રિન્સ પાઇપ્સ)ના હસ્તે કરાશે. એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી (ડીસા), આયુર્વેદાચાર્ય ડો. હિતેશ જાની અને જયેશભાઇ લાલકાને અહિંસા એવોર્ડ એનાયત કરાશે. બે દિવસના સંપૂર્ણ કાર્યક્રમના સૌજન્ય દાતા મંજુલાબેન મહેન્દ્ર સંગોઇ ચેરિટેબલ ટ્રસ્ટ, શાંતિલાલ રતનશી પટેલ (રૂડાણી) અને શારદાબેન વૃજલાલ વેદાંત (નાની ખાખર) છે.