પાવીજેતપુર પંથકના કિસાનોને કપાસનો ભાવ પોષણક્ષમ ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ક્વિન્ટલના ૧૧ હજાર ના ભાવના સ્થાને ૭ હજાર નો જ ભાવ મળી રહ્યો છે. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

            પાવીજેતપુર પંથકમાં આદિવાસીઓ ખેતી ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને તેમાં પણ કપાસ, મકાઈ અને મગફળી મુખ્ય પાક હોય, તાજેતરમાં જ કપાસના ભાવ ગગડી જતા કિસ્સાનો ની હાલત દયનીય થઈ જવા પામી છે. સામાન્ય રીતે કપાસ ની અંદર ગુલાબી ઈયળ પડતી હોય છે જે આ વર્ષે પડી નથી પરંતુ વરસાદ આવી જવાના કારણે સફેદ ફૂગ પડતા કપાસનું જીંડવું જે પ્રમાણે ખીલવું જોઈએ તે ખીલ્યું નથી તેમજ કપાસના પાકને સુકારો લાગ્યો છે. અઢીથી ત્રણ મનની ગાંસડી દેખાતી હોય પરંતુ જ્યારે એનું વજન કરે છે ત્યારે એ ફક્ત મણ દોઢ મણ જ કપાસ હોય છે. 

             ધરતીપુત્રો રાત દિવસ એક કરી પાણીના સ્થાને પોતાનો પરસેવો રેડી તાપ, તડકો કે ઠંડી ન જોઈ ખેતી કામ કરે છે પરંતુ જ્યારે ઉત્પન્ન થયેલો પાક બજારમાં વેચવા જાય છે ત્યારે તેના ભાવ પોષણક્ષમ મળતા નથી. જેને લઇ કિસાનોની હાલત કફોડી થઈ રહી છે. બજારમાં ૨૨૦૦ રૂપિયે મણ કપાસનો ભાવ મળવો જોઈએ જેના સ્થાને ૧૫૦૦ રૂપિયા જેટલો જ ભાવ મળે છે. મણ કપાસ ચુંટવાના જ ૨૦૦ રૂપિયા મજૂરી ચૂકવે છે. 

         આમ, ક્વિન્ટલ કપાસના ૧૧,૦૦૦/- રૂપિયા જેટલો ભાવ મળવો જોઈએ જેના સ્થાને હાલ ૭૦૦૦/- રૂપિયા જેટલો જ ભાવ મળી રહ્યો છે. કિસાન પોતાનો પાક વેચવા જાય છે ત્યારે પોષણક્ષમ ભાવ મળતા નથી અને જ્યારે બજારમાં ખરીદી કરવા જાય છે તો આસમાની ભાવ ચૂકવવા પડે છે. તો આના માટે જવાબદાર કોણ? આવા વેધક સવાલો ધરતીપુત્રોમાં ઉઠી રહ્યા છે. તો સરકાર ગરીબ અને મધ્યમ વર્ગ આદિવાસી કિસાનોના વ્હારે આવે અને તેઓના પાકનો પોષણક્ષમ ભાવ મળે તેવું આયોજન કરે તેમ આદિવાસી જનતા ઇચ્છી રહી છે.