ડીસા શહેરમાં રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા માટે નાયબ કલેકટર સમક્ષ રજૂઆત....

ડીસા શહેરમાં રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. છાસવારે રખડતા પશુઓ લોકોને ઇજા સાથે ભય ફેલાવી રહ્યા છે તેમ છતાં આ બાબતે પાલિકા તંત્ર કોઈજ નક્કર કાર્યવાહી ના કરતા શહેરીજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. તાજેતરમાં જ ગુલબાણી નગર માં મહિલાને આખલાએ ઇજાગ્રસ્ત કરતા આ મામલે પીડિતાના પતિએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રખડતા પશુઓ દૂર કરવા રજુઆત કરી હતી. ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓની સમસ્યાને લઇને શહેરજનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝનો, નાના બાળકો સહિત ગર્ભવતી મહિલાઓ ઘરની બહાર નીકળતાં ડર મહેસુસ કરી રહ્યા છે ડીસા શહેરમાં જ્યાં નજર કરો ત્યાં રખડતી ગાયો અને આખલાઓ નજરે પડી રહ્યા છે અને દિન પ્રતિદિન રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓ બની રહી છે ડીસા નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે કોઈ જ કાર્યવાહી કરતા નથી અને હોતી હૈ ચલતી હૈ નીતી અપનાવી રહ્યા છે રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા માટે અનેક વાર જાગૃત નાગરિકો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત નાયબ કલેકટર કચેરી ખાતે ૧૩૩ મુજબ ફરીયાદ પણ નોધાવી છે છતાં વહીવટીતંત્ર દ્વારા પણ કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે તાજેતરમાં ગુલબાણીનગર સોસાયટીમાં એક મહીલાને આખલાએ હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ડીસા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તબિબ દ્વારા ઓપરેશન કરવાની ફરજ પડી હતી અને મહીલાને ગંભીર ઈજાઓ પહોંચતા મહીલાના પતિ જગદીશભાઇ હંસાજી સોની મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ આ ઇજાગ્રસ્ત મહીલાના પતિ જગદીશભાઈ સોની દ્વારા ડીસા ઉતર પોલીસ સ્ટેશન અને નાયબ કલેકટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને ફરીથી ડીસા શહેરમાં રખડતાં પશુઓ કોઈ રાહદારીને અડફેટમાં ના લે તેની ખાસ તકેદારી રાખવામાં તેવી વિનંતી સાથે અપીલ પણ કરવામાં આવી છે.