આણંદ જિલ્લાનો ભાલ વિસ્તાર અને ખાસ કરીને જ્યાં સાબરમતી નદી દરિયાને મળે છે તેવા ખારાપાટ વિસ્તારમાં ઓ.એન.જી.સીની કામગીરી, સોલાર પાવર પલાન્ટ, મેન્ગ્રુવનો વાવેતર વિસ્તાર અને ખારાપાટમાં ઉગતી વનસ્પતિઓ તથા તેના ઉપર નભતા ઊંટ ખરાઈ ઊંટ તરીકે ઓળખાય છે જે તેની આગવી વિશેષતા છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ખંભાત તાલુકાના આવા ખારાપાટમાં છેલ્લા ઘણાં દાયકાઓથી કચ્છી પશુપાલકો તેમના ૧૨૦૦થી વધુ ખરાઈ ઊંટ સાથે વસવાટ કરી રહ્યા છે.આ ખરાઈ ઊંટની વિશેષતા એ છે કે, આ ઊંટ રેતી-ખારાપાટમાં ચાલવાની સાથે ચારા માટે ભરતીના પાણીમાં તરીને દૂર સુધી જવાની કુદરતી શક્તિ ધરાવે છે.ઊંટના વર્ગના પ્રાણીમાં પરોપજીવી દ્વારા થતો ચકરીનો રોગ જીવલેણ સાબિત થતો હોય છે.જેની સામે આ ખરાઈ ઊંટને રક્ષણ મળી રહે તે માટે દર વર્ષે પશુપાલન વિભાગની ગ્રાન્ટમાંથી આણંદ જિલ્લા પંચાયત પશુપાલન શાખા તેમજ ખંભાત શાખા દ્વારા અતિ અંતરિયાળ વિસ્તારમાં દરિયાના ભાંભરા પાણીના નજીકના ભાગમાં જઇ તમામ ઊંટોને એક જ સ્થળે ભેગા કરી તમામ ખરાઈ ઊંટને ચકરીના રોગ સામે રસી આપવાની કામગીરી કરવામાં આવી હતી.જે અંતર્ગત ખંભાત તાલુકાના જૂની આખોલ નજીક માં વિસ્તારમાં કેમલનું કેમ્પનું આયોજન કરી પશુપાલન શાખા, પશુ ચિકિત્સકો, વેટરનીટી કોલેજના પ્રાધ્યાપકો, અધિકારીઓ, કર્મચારી ગણ મળીને અંદાજે ૩૦ અધિકારીઓ દ્વારા એક દિવસમાં ૫૦૦થી વધુ કજરાઈ ઊંટને તમામ સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી.જેની મુલાકાત પ્રાંત અધિકારી દ્વારા પણ કરાઇ હતી.

(સલમાન પઠાણ-ખંભાત)

9558553368