દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામે રહેતી કિશોરીનો હાથ પકડી તેનો કુટુંબીક પિતરાઈ ભાઈ એ એક મકાનમાં લઈ જઈ તેણીને નિવસ્ત્ર કરી તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કામ આચાર લેવાની ચાર વર્ષ અગાઉ બનેલી ચકચારી ઘટનામાં સંડોવાયેલા આરોપીને લીમખેડા ના એડિશનલ સેશન્સ જજે દસ વરસની સજા ફટકારતા કોર્ટ સંકુલમાં ચકચાર મચી ગઈ હતી છેલ્લા એક અઠવાડિયામાં અદાલતે તિજા આરોપીને સજા ફટકારતા ગુનેગારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે