ખંભાત ONGCમાં ચેકમેટ સિક્યુરિટી એજન્સી દ્વારા સિક્યુરિટીની ભરતી કરી હતી.જેમાં ખંભાતના સ્થાનિક યુવાનોને સિક્યુરિટી ભરતીમાં સમાવેશ ન કરી પરપ્રાંતિયોને ભરતીમાં લેવાતા સ્થાનિક યુવાનોએ ONGCના પ્રવેશદ્વાર પાસે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.એટલું જ નહીં સ્થાનિક યુવાઓની ભરતી કરવામાં નહિ આવે તો રસ્તા રોકો આંદોલન, ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નોંધનીય છે કે, ખંભાતમાં શિક્ષિત બેરોજગારીની સમસ્યા યથાવત છે.ખંભાતના યુવાઓ વહેલી પરોઢથી રોજગારી માટે આણંદ, વડોદરા, અમદાવાદ સહિતના શહેરોમાં અપડાઉન કરવું પડે છે. સ્થાનિક ખંભાતમાં કંપનીઓ તેમજ ઓ.એન.જી.સી જેવા મોટા એકમોનું સર્જન થતું હોય સ્થાનિક યુવાઓને રોજગારી માટેનું 'લોકલ ફોર લોકલ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

(સલમાન પઠાણ-ખંભાત)

9558553368