પાલનપુર-અમીરગઢ વચ્ચે પરમ બ્રિજ પાસે એક બસ પલ્ટી ખાઇ ગઇ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે એલ. એન્ડ. ટી. વિભાગ અને પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી અને ટ્રાફીકને નિયંત્રણ કર્યો હતો.
બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ગુરુવારે પાલનપુર આબુ નેશનલ હાઇવે પર બાલારામ બ્રિજ નજીક એક બસ પલ્ટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. બસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ બેકાબુ બનીને પલ્ટી ખાઇ ગઇ હતી. જોકે, કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ બસમાં સવાર કેટલાંક મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં એલ. એન્ડ. ટી. વિભાગ અને પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. અકસ્માતના પગલે ટ્રાફીકજામ થયો હતો. જેથી પોલીસે ટ્રાફીકને નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યાં હતા. પોલીસ દ્વારા એક તરફનો રોડ બંધ કરી 2 ક્રેનની મદદથી બસને સાઇડમાં કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.