ફરી પાછો આવ્યો આ વર્ષનો શ્રેષ્ઠ ફેશન શોકેસ
વર્ષ ૨૦૨૨માં છેલ્લો વાર માટે ભારતનું સૌથી મોટું ફેશન પ્રદર્શન બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદ શહેરમાં પાછું આવ્યું
29th ડિસેમ્બર , 2022: નવવધૂઓ માટે નવીનતમ ફેશન ડિઝાઇન્સ સાથે, એમના પરિવારજનો અને બારાતીઓ માટે ટ્રેડિશનલ અને કલચરલ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસ સાથે આ વર્ષનું છેલ્લું બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદમાં ફરી એક બાર પાછો આવી ગયા છે. આજે શહેરની કેટલીક જાણીતી મહિલા ઓ જેમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું તું એમની હાજરીમાં અમદાવાદના દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાન્તા કલોઝની હાજરી એ એક આનંદમય વાતાવરણ પણ ઉભો કર્યો હતો.
૨૯ અને ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન યોજવામાં આવેલ આ બે દિવસીય એક્ઝિબિશનમાં કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન પ્રેમી શહેરોમાં થી ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શન્સનું રજુઆત કરવામાં આવશે.
ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવ્યું હતું કે , ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં અમે ખાસ બ્રાઇડલ ફેશન અને લગ્ન માટેના કલેકશન્સ એક સંપૂર્ણ નવી સ્ટાઇલ સ્ટેટમેન્ટ, કરિશ્મા અને ફ્લેમ્બોયન્સ સાથે રજૂ કરીશું. અમારા આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં પર્સનલ સ્ટાઇલિંગ તથા લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીના ચાહકો ઉપસ્થિત રહેશે. આ શો દ્વારા અમે ઈચ્છીએ છે કે અમદાવાદના ફેશન ચાહકો પણ નવા વર્ષની શરૂઆત ભારતીય બજારોમાં પ્રચલિત સમકાલીન, રોમાંચક અને આધુનિક બ્રાઇડલ ડિઝાઈન્સનો અનુભવ સાથે કરે. આ શોકેસ થી અમે ફરી એથનિક તથા ફેશન પરિધાન, હોમ ડેકોર તથા ગિફ્ટિંગ આઈડિયાસ અમદાવાદીઓના ઘરઆંગણે લઈને આવ્યા છીએ. આથી હું અમદાવાદના ફેશન લવર્સને શુભેચ્છા પાઠવું છે કે તે આગામી લગ્ન પ્રસંગો માટે એ ક્લાસી અને ટ્રેન્ડી બની રહે. મને ખાતરી છે કે હાઈ લાઈફ એક્ઝિબિશન તેઓને ભારતના અતિ સુંદર ક્રિએશન નો લાભ આપશે જે તથા અમારા આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી 150થી વધુ ડિઝાઈનર્સ દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે.’
તો આવો અને બ્રાઇડલ લાઈફ સ્ટાઈલ, ફેશન અને હૌટે કુટેરે શો હાઈ લાઈફ ફેશન એક્ઝિબિશનનું ૨૯ અને ૩૦ ડિસેમ્બર , ૨૦૨૨ દરમિયાન હોટલ દ ગ્રાન્ડ ભગવતી, અમદાવાદ ખાતે મજા માણો