મહેસાણા : મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે એક્ટિવા અને ગાડીમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં એક્ટિવામાંથી 5 હજારનો જ્યારે ગાડીમાંથી 192 દારૂની બોટલ કબજે કરી કુલ 2 લાખ 5 હજાર 200નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, રેવાપરા ખાતે રહેતો ઠાકોર મુન્નો મોઢેરા ચોકડી પાસે આવેલા મિરેકલ વુમન્સ હોસ્પિટલ પાછળ આવેલા પાર્કિગમાં વિદેશી દારૂ સંતાડ્યો છે. જે બાતમીના આધારે પોલીસે રેડ મારતા આરોપી પોતાનું એક્ટિવા મૂકી ફરાર થઇ ગયો હતો.

તપાસ દરમિયાન પોલીસે એક્ટિવામાંથી 5 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો તેમજ બાજુમાં પડેલી ગાડીમાં તપાસ કરતા ડેકીમાંથી 192 નંગ બોટલો કિંમત 20 હજારનો દારૂ ઝડપી કુલ 2 લાખ 5 હજાર 200નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.