ખંભાત તાલુકાના કાળી તલાવડી ગામે કોન્ટ્રાક્ટર અને પંચાયતે મિલીભગત રચી ભ્રષ્ટાચાર કર્યો હોય તેવો આક્ષેપ કાળી તલાવડીના જાગૃત નાગરિકો અને ખેડૂતોએ કર્યો છે.કાળી તલાવડી ગામે હયાત હેડપંપમાં મોટર, સ્ટાર્ટર તેમજ પાઈનલાઇન જોડાણ કરી કાળી તલાવડી ગામના પશુઓને પીવાનું પાણી મળી રહે તે અર્થે ઈટીવીટી ગ્રાન્ટમાંથી ૫ લાખના ખર્ચીને કામ કર્યું હતું.પરંતુ આજ દિન સુધી મોટર, સ્ટાર્ટર કે પાઇપલાઇન કાર્યરત નથી.જેને કારણે સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સંડોવાયેલા સરપંચ સહિત કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે.નોંધનીય છે કે, ઇટીવિટીની ગ્રાન્ટ ૫ લાખનો ખર્ચ થવા છતાંય આજ દિન સુધી પાણી ન મળતા કાળી તલાવડી ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા ચાંઉં કરી ગયા હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે એટલું જ નહીં ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ટીંબા હદમાં આવતા ખેડૂતની જમીનમાં પાણીની ટાંકી ૩૫ હજારના ખર્ચે બનાવી હોવાનું જણાવી ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.તમામ ગેરરીતિઓ બાબતે એન્જીનયર સહિત પ્રાંત અધિકારી નિરીક્ષણ કરાઈ રહ્યું છે.જ્યાં જ્યા નાણાંપંચના કામોમાં, વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયા છે.ગુણવત્તાયુક્ત કામ કરવાને બદલે ખિસ્સા ભરાયા છે તેવા તમામ ગામોમાં અધિકારીઓએ લાલ આંખ કરી છે.જેને કારણે કોન્ટ્રકરોમા પણ ખળભળાટ વ્યાપી ગયો છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
(સલમાન પઠાણ-ખંભાત)