કડીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ વાત્સલ્ય ફ્લેટની અંદર પાર્કિંગના નીચે ચાઈનીઝ દોરીનું વેપાર ચાલી રહ્યો છે. જેવી હકીકત કડી પોલીસને મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. તેમજ સ્થળ ઉપરથી એક ઇસમ ફરાર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મહેસાણા જિલ્લાના જિલ્લા મેજિસ્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ઉતરાયણનો તહેવાર હોવાથી ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જે અનુસંધાને કડી પોલીસ સ્ટેશનનું સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ સ્ટેશનના જયદેવસિંહને ખાનગી મળી હતી કે કડી રેલ્વે સ્ટેશન પાસે આવેલ વાત્સલ્ય ફ્લેટની અંદર પાર્કિંગમાં કેટલાક ઇસમો ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરી રહ્યા છે અને જે પ્રવૃત્તિ હાલ ચાલી રહી છે.

કડી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગ કર્યા હતા. જે દરમિયાન માહિતી મળી હતી કે, વાત્સલ્ય ફ્લેટની નીચે પાર્કિંગમાં નરેશ મહેશ્વરી અને અનિલ રંગવાણી બંને જણા ભેગા થઈને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વ્યાપાર કરી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને વાત્સલ્ય ફ્લેટની અંદર રેડ કરતા નરેશ મહેશ્વરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 220 રીલ સાથે ઝડપાઈ ચુક્યો હતો. તેમજ ચિરાગ રંગવાણી સ્થળ ઉપરથી ફરાર થઈ ચૂક્યો હતો. પોલીસે 220 પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ જપ્ત કર્યા હતા. તેમજ બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.