ખંભાત શહેરમાં ભાવનાથ પાર્ક સોસાયટી પાસે આવેલા ગોડાઉનમાંથી કિંમતી અકીકના પથ્થરના ચોરી થતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
ખંભાત શહેરમાં ભાવનાથ પાર્ક સોસાયટી ખાતે રહેતા નિમેષભાઈ ખુશમનભાઈ પટેલ અકીકનો ધંધો કરી ગુજરાન ચલાવે છે.તેઓના ઘરની પાસે અકીકનો ગોડાઉન આવેલું છે.જેમાંથી અલગ અલગ પ્રકારના કિંમતી અકીકના પથ્થરોની અજાણ્યા ઈસમો ચોરી ગયા છે.કુલ ૮૩ હજા૨ ૮૦૦ કિંમતના અકીકના પથ્થરો ચોરી થતા નિમેષભાઈ પટેલની ફરિયાદને આધારે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
(સલમાન પઠાણ-ખંભાત)