ભાભર પોલીસે એક ઇસમને પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. ભાભર પોલીસે ઇસમની પૂછપરછ કરી હતી. જેમાં ઈસમે બનાસકાંઠા, પાટણ જિલ્લામાંથી સાત મોટર સાયકલ ચોરી કર્યા હતા. જેથી પોલીસે ઈસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સરહદી રેંજ કચ્છ ભુજ જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા એમ.બી.વ્યાસ, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક બનાસકાંઠાના જિલ્લાનાઓએ મિલકત સંબંધી તેમજ ચોરીના બનતા ગુનાઓ શોધી કાઢવા કરેલી સૂચના અંતર્ગત, એસ.એમ.વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગનાઓ તથા આર.બી.ગોહિલ, સર્કલ પો.ઇન્સ. શિહોરીનાઓના માર્ગદર્શન હેઠળ, એન.વી.રહેવર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ભાભર પોલીસ સ્ટેશનનાઓના તથા પોલીસ સ્ટાફના માણસોએ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમા વાહન ચેકિંગમા હતા. તે દરમિયાન એક મોટરસાયકલ ચાલક જયંતીજી ઠાકોર, બલોધણ તા.ભાભરવાળાને એક મોટરસાયકલ સાથે પકડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી. જેમાં જયંતીજી ઠાકોરે બનાસકાંઠા, પાટણમાંથી ચોરી કરેલી 7 મોટર સાયકલનો ભેદ ભાભર પોલીસે ઉકેલ્યો છે. પોલીસ જયંતીજીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.