ગુજરાતની દરિયાઈ સરહદ પરથી એક તરફ 10 પાકિસ્તાનીઓ 300 કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે ઝડપાયા છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે આવેલી પાકિસ્તાન બોર્ડર પરથી ઘુસણખોરી કરી રહેલા એક શખ્સને BSFના જવાનોએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર BSFના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે જ અહીં આવેલી ફેન્સીંગમાંથી એક યુવક ભારતની સરહદમાં ઘુસણખોરી કરતા ઝડપાયો હતો. BSFના જવાનોની પૂછપરછમાં યુવકનું નામ મગન બોરો હોવાનું જાણવા મળ્યું છે. તે પાકિસ્તાનના નગરપારકરના પુનવા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘુસણખોરી કરતા ઝડપાયેલા શખ્સની બીએસએફ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.