ગુન્હાની વિગતઃ

ગઇ તા .૧૮ / ૧૨ / ૨૦૨૨ ની રાત્રીના રાજુલા તાલુકાના ડોળીયા ગામે આવેલ મેલડી માતાના મંદિરમાં,કોઇ અજાણયા ચોર ઈસમ પ્રવેશ કરી દાનપેટીનું તાળુ તોડી રોકડ રકમ આશરે રૂ .૧૦૦૦ / - તથા ચાંદીના સતર નંગ - ૬૨ તથા રખાદાદાની દેરીની દાનપેટીમાં રાખેલ રોક્ડ રકમ આશરે રૂ .૭,૦૦૦ / - તથા ચાંદીના સતર નંગ - ૮ બન્ને જગ્યાએથી કુલ ચાંદીના સતર નંગ - ૭૦ કિં.રૂ .૭,૦૦૦ / - તથા રોકડ રૂ .૮,૦૦૦ / - મળી કુલ કિં.રૂ .૧૫,૦૦૦ / - ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય , જે અંગે કનુભાઇ મધુભાઇ પોપટ , ઉ.વ .૩૭ , રહે.ડોળીયા , પ્રાથમિક શાળાની બાજુમાં , તા.રાજુલા , જિ.અમરેલી વાળાએ ફરીયાદ જાહેર કરતા ,ડુંગર પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૬૦૨૨૦૩૩૩ / ૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ .

ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ કરવા એલ.સી.બી.ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ, અને આજ રોજ તા .૨૭ / ૧૨ / ૨૦૨૨ નાં રોજ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે રાજુલા , હવેલી ચોક રોડ ઉપરથી એક ઇસમને પકડી પાડેલ, અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ ચાંદીના સતર તથા રોકડ રકમ મળી આવતા , પકડાયેલ ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા ડુંગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા તજવીજ કરેલ છે . →

પકડાયેલ આરોપી :

રાજુગીરી ભગવાનગીરી ગૌસ્વામી , ઉ.વ .૪૩ , રહે.ડોળીયા , ભીમનાથ મહાવેદનો આશ્રમ , તા.રાજુલા , જિ.અમરેલી .

 રીકવર થયેલ મુદ્દામાલ

 રોકડ રૂ .૮,૦૦૦ / - તથા ચાંદીના સતર નંગ - ૭૦ ( વજન ૫૫૦ ગ્રામ ) કિં.રૂ .૧૯,૩૦૦ / - મળી કુલ કિં.રૂ .૨૭,૩૦૦ / - નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા , તથા પો.કોન્સ . વિનુભાઇ બારૈયા , યુવરાજસિંહ વાળા , લીલેશભાઇ બાબરીયા , ગોકળભાઇ કળોતરા , તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા ./અમરેલી.