ખાંભા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુન્હાના આરોપી સબંધે ધારી સી.પી.આઇ. કે. સી. રાઠવા અને તેની ટિમ તપાસ મા હોય,તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મેળવી ખાભા પોસ્ટે એ પાર્ટ ગુ.ર.ન .૭૦૦ / ૨૦૨૨ આઈ પી.સી. કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ ક્લમ ૧૮ મુજબનો આરોપી કૌશીકભાઇ પ્રેમાભાઇ દાફડા રહે.મોટા સમઢીયાળા, તા.ખાભા જી.અમરેલી, વાળો ભોગબનનાર સાથે ગળધરા ખોડીયાર મંદીરે આવેલ હોવાની ચોક્કસ બાતમી આધારે આરોપી તથા ભોગ બનનારને ધારી ગળધરા ખોડીયાર મંદીરે જવાના રોડ ઉપર પાયલોટ પાસેથી થી હસ્તગત કરેલ છે . આરોપીની વિગત - કૌશીકભાઇ પ્રેમાભાઇ દાફડા રહે.મોટા સમઢીયાળા, તા.ખાંભા, જી.અમરેલી, આ કામગીરી કે.સી.રાઠવા સી.પી.આઇ. ધારી તથા એ.એસ.આઇ , ચંદ્રકાંતભાઇ બારોટ તથા હેડ કોન્સ મેહુલભાઇ ચૌહાણ નાઓ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.