તારાપુર શહેરના મચ્છી માર્કેટ પાસેથી તેમજ ઈન્દ્રણજ ગામેથી 2 મહિલાઓ 9લીટર દેશીદારૂ સાથે પકડાઈ તારાપુર પોલીસે તા.25 ડિસેમ્બરે ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શહેરના મચ્છી માર્કેટ પાસે જતા એક મહિલા પ્લાસ્ટિકનું ગેલન લઈને ઉભેલ જે પોલીસને જોઈ ઉતાવળે પગલે ચાલવા લાગેલ જેથી પોલીસને પ્રોહીબીશન અંગે શક જતા મહિલાને રોકી ગેનલમાં તપાસ કરતા ગેલનમાં 6લીટર દેશીદારૂ હોવાનું જણાઇ આવતાં 6લીટર દેશીદારૂ તેમજ તારાપુર પોલીસ તા.26 ડિસેમ્બરે હોમબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નિકળેલ તે સમયે ઈન્દ્રણજ ગામે તળાવ પાસેથી એક મહિલા 3 લીટર દેશી દારૂ સાથે પકડાઇ જવા પામી હતી પકડાયેલ બન્ને મહિલા પાસેથી પોલીસે તેઓની પાસે પાસ પરમીટ માંગતા નહીં હોવાનું જણાવેલ જેથી કુલ 9 લીટર દેશીદારૂ કિ.રૂ.180ના મુદામાલ સાથે બન્ને મહિલાઓ વિરુદ્ધ પ્રોહીબીશન અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી