શોકની લાગણી થરાદમાં કોલેજ નજીક ગાડી ની ટક્કર થી બાઈક સવાર નું મોત..

કોલેજ ના દરવાજા આગળ ટક્કર મારી ફરાર થઈ ગયો..

( બ્યૂરો રિપોર્ટ જી એક્સપ્રેસ ન્યૂઝ, બનાસકાંઠા ) 

થરાદ ના ડેલ ગામનો યુવક પત્ની ને સોમવારે સવારે થરાદ માં આંગણવાડી ની મિટીંગ માં મૂકવા આવ્યો હતો..

ત્યારે થરાદ મીઠા રોડ ઉપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ના દરવાજા પાસે સ્કોર્પીયો ચાલક ટક્કર મારી સ્કોર્પિયો લઈ ફરાર ગયો હતો, સારવાર દરમિયાન યુવક નું મોત થયું હતું..

થરાદ તાલુકા ના ડેલ ગામના અમરતભાઈ વાઘજી ભાઈ ઓઝા સોમવારે સવારે થરાદ ખાતે આંગણવાડી ની મીટીંગ હોય પોતાની પત્ની ગુણીબેન ને થરાદ મુકવા માટે આવ્યા હતા..

આ વખતે થરાદ મીઠા રોડ ઉપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ના દરવાજા પાસે તેમના જીજે-08-બીકે-1638 નંબર ના બાઇક ને રોડની સાઈડો જોયા વગર પોતાની જીપ હંકારી જીજે - 27 -સીએફ-8055 નંબર ની સ્કોર્પીયો ના ચાલકે ટક્કર મારી હતી..

 આથી રોડ પર પટકાયેલા અમૃતભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી, જેમને તાબડતોબ સારવાર અર્થે થરાદ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા..

દરમિયાન બપોર ના 1:30 વાગ્યા ના સુમારે તેમનું બેભાન અવસ્થામાં જ કરુણ અને કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું..

મૃતકના ભાઈ શૈલેષભાઈ વાઘજી ભાઈ ઓઝા રહે. ડેલ દેવડાવાસ, થરાદ એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી..

પોલીસે નાસી છુટેલા સ્કોર્પિયો જીપના ચાલક સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી..

આ બનાવ ને પગલે શહેર અને પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી..