ખંભાત તાલુકાના બામણવા ખાતે આવેલી લક્ષ હાઈસ્કૂલમાં ગત રાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા.મેઈન ગેટ સહિત પાંચ જેટલી ઓફિસોના તાળા તોડીને ૭૯, ૬૦૦ મુદામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે આચાર્ય અલ્પેશભાઈ પટેલે ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતીનુસાર, તસ્કરોએ લક્ષ હાઈસ્કૂલને ટાર્ગેટ કરી મેઈન ગેટ તોડી ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ઉપરના માળની ઓફિસોના તાળા તોડી અંદર પ્રવેશી ચારેક હજારની રોકડ ત્રણ એનવીઆર બે પાવર સપ્લાય અને ચાર હાર્ડ ડિસ્ક કુલ મળીને 79,600ની ચોરી થતા આચાર્ય અલ્પેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી.ખંભાત ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.